Saturday, March 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી રસ્તામાં અડચણરૂપ સામાનને જપ્ત કરવામાં...

ફતેપુરામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી રસ્તામાં અડચણરૂપ સામાનને જપ્ત કરવામાં આવ્યા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ટ્રાફિક એક માથાના દુખાવા સમાન બની ગયું છે. લોકો પોતાની દુકાન કે મકાન આગળ જાહેરાતના બેનરો, ચીજ વસ્તુઓ તેમજ વેપારનો સામાન બહાર કાઢી લટકાવી રાખે છે,  જેના કારણે રસ્તાઓ સાંકડા બનતા રસ્તા ઉપર અવર જવર કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને પી.આઈ. જે.એમ. ખાંટ તેમજ ફતેપુરા પી.એસ.આઇ. જે.કે. રાઠવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને વારંવાર રસ્તાઓ ઉપર ગાડીઓની લાંબી કતારો જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પી.આઈ. તેમજ પીએસઆઇ ની અધ્યક્ષતામાં એક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ફતેપુરા નગરમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ રહેણાંક મકાન આગળ પોતાના ધંધા રોજગારના સામાન મૂકે છે તથા લટકાવી રાખે છે અને ઘર આગળ હાથલારી કે અન્ય ચીજ વસ્તુઓ મૂકીને વેપાર કરતાં વેપારીઓના કારણે રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે. એના કારણે રસ્તા પરથી અવરજવર કરતા વાહનોને પસાર થવું મુશ્કેલ બની જતું હોય છે ત્યારે રસ્તા પરથી બિનજરૂરી ચીજ વસ્તુઓ હટાવી રસ્તામાં અડચણરૂપ ન થાય તેવી રીતે ચીજ વસ્તુઓ ન મૂકવા માટે નાગરિકોને અપીલ કરવામા આવી તથા વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા તેમજ દુકાન કે મકાન આગળ પોતાની ચીજ વસ્તુઓ ટ્રાફિક ન થાય તેવી રીતે મૂકવી કે લટકાવી રસ્તા ઉપરથી વાહન સરળતાથી પસાર થઈ જાય તેવી રીતે વાહનો પાર્ક કરવા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું. તેમ છતાં જે લોકો પોતાની મરજીથી પોતાનો સામાન બહાર રસ્તા પર મૂકી ને વેપાર ધંધો કરતા હતા તેમનો સામાન પોલીસ દ્વારા જપ્ત પણ કરવામાં પણ આવેલ.

વધુમાં પાછલા પ્લોટ વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન બાઈકો તેમજ ફોરવીલર વાહનો લોકો મન ફાવે તેમ મૂકીને તેના માલિકો ઊંઘી જાય છે, તો રાત્રિ દરમિયાન 108 કે કોઈ ઈમરજન્સી વાહન કોઈની દવાખાને લઈને જવાની જરૂર પડે તો વાહન કાઢવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમને પણ પોલીસ દ્વારા ચેતવણી આપી ને પોતાના વાહન વ્યવસ્થિત રીતે પાર્ક કરવા જણાવેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments