5દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકામાં યુવા મોરચાના હોદેદારો દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યો હતો તેમાં જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર ધારાસભ્યશ્રી નિકુંજ મેડા, બાબુભાઈ અમલીયાર, ડોક્ટર અશ્વિનભાઈ પારગી, કોષાધ્યક્ષ ભાવેશભાઇ, યુવા મોરચા પ્રમુખ મનોજભાઇ, ફારૂકભાઇ, ભરતભાઈ, પંકજભાઈ પંચાલ બક્ષીપંચ મોરચા પ્રમુખ, સરપંચ કચરુભાઈ, પંચાયતના સભ્યો તથા બીજેપીના હોદ્દેદારો બધાએ ભેગા મળી નવીન બસ સ્ટેન્ડ ઉપર સફાઈ અભિયાન ચલાવી સ્વચ્છતા કરી હતી. સાવરણી લઈ બસ સ્ટેન્ડની આજુ બાજુમાં રહેલ ગંદગી કચરાના ઢગલાની સફાઈ કરવામાં આવી હતી સ્વચ્છતા ત્યાં પ્રભુતા ધ્યાનમાં લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા ગ્રામ પંચાયતને પણ આ બાબતે આંગળી ચિંધવામાં આવી હતી.