ફતેપુરામાં ટચ ધ લાઈટ સ્કૂલમાં બ્રહ્માકુમારી ડો.નિરંજનના દીદી તેમજ ટ્રસ્ટીઓ તથા શિક્ષકો તેમજ ફતેપુરા અને આસપાસના ભાવિક ભક્તો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા બ્રહ્માકુમારીના નીતા દીદી, બેલા દીદી, ડો.નિરંજના દીદી તેમજ બરોડા વાળા નરેન્દ્રભાઈ અને પધારેલા ભાવિક ભક્તો, સેવિકાઓ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડોક્ટર નિરંજના દીદી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે અને આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો રજુ કરી પ્રવચન કર્યું હતું અને સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ પધારેલા મહેમાનોને દીદીઓ દ્વારા રાખડીઓ બાંધવામાં આવી હતી અને પ્રસાદ પણ વેચ્યો હતો ડોક્ટર નિરંજના દીદીના આશીર્વાદ મેળવી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.