Thursday, October 31, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં બ્રહ્માકુમારી નીતાદીદીના અધ્યક્ષ સ્થાને 88 મી મહાશિવરાત્રી નિમિત્તે શિવશક્તિ અનુભૂતિ કાર્યક્રમ...

ફતેપુરામાં બ્રહ્માકુમારી નીતાદીદીના અધ્યક્ષ સ્થાને 88 મી મહાશિવરાત્રી નિમિત્તે શિવશક્તિ અનુભૂતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો

ફતેપુરા પાછલા પ્લોટમાં આવેલ બ્રહ્માકુમારી દીદીઓ દ્વારા ૮૮ મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે શિવ શક્તિ અનુભૂતિ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં મુખ્ય મહેમાન તરીકે જ્યોતિબેન વ્યાસ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ધાર્મિક પ્રોગ્રામમાં વડીલો, ભાઈઓ, બાળકો તેમજ બહેનોએ ભાગ લીધો હતો. પ્રોગ્રામ એટલો સરસ રીતે ઉજવવામાં આવ્યો હતો કે દીપ જ્યોતિ તેમજ જન્મ જયંતી નિમિત્તે કેક પણ કાપવામાં આવ્યો હતો.

નીતા દીદી દ્વારા સરસ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું અને દરેક પધારેલ મહેમાનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો
જે નારીને નર્કનું દ્વાર કહેવામાં આવે છે તેને જ માધ્યમ બનાવી સ્વર્ગની સ્થાપનાનું દિવ્ય કાર્ય શિવ પરમાત્મા કન્યાઓ માતાઓ દ્વારા કરાવી રહ્યા છે એટલે નારીનું શિવ શક્તિમાં રૂપમાં પૂજન થાય છે. પ્રવચનમાં આવી રીતે બ્રહ્માકુમારી દીદી દ્વારા સરસ રીતે સમજાવવામાં આવ્યું હતું તે સર્વે ગ્રામજનોએ તેમજ માતા બહેનોએ સાંભળી અભિવાદન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments