ફતેપુરામાં વણીક સમાજ તેમજ અગ્રવાલ સમાજ દ્વારા ભગવાન રામની રવાડીની શોભાયાત્રા કાઢવામાં આવી.
ફતેપુરા બજારમાં વણિક સમાજ અને અગ્રવાલ સમાજ દ્વારા ભાદરવા સુધી અગિયારસના દિવસે ભગવાન શ્રી રામની રામ રવાડીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા પ્રમાણે ફતેપુરા બજારમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતેથી વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો ઢોલ નગારા અને ડી.જે ના તાલ સાથે રાસ ગરબાની રમઝટ અને ભગવાન શ્રી રામના જય કારા સાથે ભગવાન શ્રીરામની મૂર્તિને રથમા બેસાડીને નગરના વિવિધ વિસ્તાર મેન બજાર, હોળી ચકલા વિસ્તાર, પાછલા પ્લોટ વિસ્તાર, અંબાજી માતા મંદિર અને જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરીને રામ રવાડીની પૂર્ણાહુતિ કરવામાં આવી. પુર્ણાહતી સમય દરમિયાન ભગવાન શ્રીરામ ની મહા આરતી કરીને મહાપ્રસાદનુ નું પણ આયોજન રાખવામાં આવેલ.