દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આજે તા.૦૫/૦૭/૨૦૨૨ ને મંગળવારના રોજ ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને પગલે લોકોના ઘર, દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પ્રથમ વરસાદ પડતાં જ તંત્રની પોલમપોલ છતી હતી જણાતી હતી. આ વરસાદના પાણીથી ગટરો ઉભરાઈ ગઈ હતી જેના પગલે એક ગટર ઉપરનું સ્લેબ તોડવા માટે JCB મંગાવવામાં આવ્યું હતું પરંતુ આજુબાજુ વાળાઓએ ગટર ઉપર બનાવેલ સ્લેબ ન તોડવા દેતા પડતા વરસાદે લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી અને સરકારી તંત્રના કોઈપણ અધિકારી આ બાબત સાંભળવા માટે તૈયાર ન હતા. આ ધોધમાર પડતા વરસાદે ફતેપુરાનો જે મોટામાં મોટો પ્રશ્ન દબાણનો છે તે ચત્તો થઈ ગયો હતો કે જેના લીધે ગટરો પણ સાંકડી બની ગઈ છે અને આખા ફતેપુરામાં જ્યાં દેખો ત્યાં દબાણ દબાણ અને દબાણ જ દેખવા મળે છે. આ વરસાદ તો માત્ર એક દિવસમાં લગભગ બે કે ત્રણ કલાકનો જ હતો અને આવો જળબંબાકાર સર્જાયો. જો બે ત્રણ દિવસ સળંગ આવો ધોધમાર વરસાદ પડે તો શું હાલત સર્જાશે તે તો કલ્પના બહારની હકીકત છે. માટે સરકારી તંત્રના બાબુઓએ વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત પગલાં ભરી જ્યાં દબાણ જેવું લાગે તે તોડી પાડવા તાત્કાલિક પગલાં ભરવા જોઇએ. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ફતેપુરામાં ભારે વરસાદને પગલે ઘર, દુકાનોમાં ભરાયું પાણી – તંત્રના આંખ આડા કાન
RELATED ARTICLES