PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં રૂપિયાની લેવડ દેવડ બાબતે મારામારી તથા એકબીજાને ગાળો ન બોલવા બાબતે અથડામણ થતા નોંધાઇ પોલીસ ફરિયાદ. પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરાના ખુજેમ અબ્દુલહુશેન જાતે નલાવાલા (વ્હોરા) સિમેન્ટ લોખંડનો ધંધો વેપાર કરતા વેપારી જુના બસ સ્ટેન્ડ ફતેપુરાનાઓએ સિમેન્ટ લોખંડની ઉધરાણીના બાકી કિંમત ₹.2,20,000/- નાણાની માંગણી યુનુશભાઇ યુસુફભાઈ ગુડાલા જોડે કરતા ખુજેમ અબ્દુલહુસેન નલાવાલા ને સોહિલ યુનુશભાઇ, ઇરશાદ યુનુશભાઇએ લોખંડની સાંકળ અને લાકડાંના હાથા વડે માર મારી ઇજા પહોચાડી ગુનો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી સોહિલ, ઇરશાદ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે બીજી તરફ ફતેપુરાના ઝાલોદ રોડ પર રહેતા રજનીકાંત દેવીલાલ કલાલને મામલતદાર ઓફિસની સામે કસુમબર ફળીયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર લવજીભાઇ બરજોડ, પંકજકુમાર લવજીભાઇ બરજોડ, વિપુલકુમાર રાજુભાઈ ચમારનાઓએ ફળિયામાં ગાળો બોલતા હોઇ ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ રજનીકાન્તભાઇ અને તેના પરિવારના સભ્યો સાથે મારઝુડ કરી આંખના ભાગે ઇજા પહોચાડી ગાળાગાળી કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રજનીકાંતભાઇની ફરિયાદ આધારે પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે