Sunday, March 16, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં લુણાવાડા - બાંસવાડા બસ ખોટકાતા પેસેન્જરો અટવાયા એસ.ટી તંત્ર નિષ્ક્રિય

ફતેપુરામાં લુણાવાડા – બાંસવાડા બસ ખોટકાતા પેસેન્જરો અટવાયા એસ.ટી તંત્ર નિષ્ક્રિય

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે લુણાવાડા સંતરામપુર વાયા ફતેપુરા થી બાંસવાડા જતી બસ ફતેપુરામાં સવારના ૦૭:૦૦ વાગ્યાની આવેલી હતી તે બસનુ ટાયર પંચર પડતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી અમુક મુસાફરો ડાયરેકટ બાસવાડાનાઓને ઝાલોદ ઉપરથી ડાઇવર્ટ કરવા પડ્યા હતા અને ફતેપુરાના મુસાફરો અટવાયા હતા હવે આ બસના ડ્રાઈવર – કંડકટરને પૂછતા તેઓએ જણાવેલ કે અમોએ ડેપો ઉપર અને વર્કશોપ ઉપર જાણ કરી દીધી છે ત્યાંથી ટ્યુબ આવશે એટલે તે સુધારી અમો અહીંથી જઈશું પરંતુ બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી ટાયરની ટ્યુબ આવી ન હતી અને ફરી ડેપો મેનેજરને પૂછતા તેઓએ જણાવેલ કે સંતરામપુર થી તમોને ટ્યુબ મોકલી આપવામાં આવશે પરંતુ તે ટ્યુબ બપોરના ૦૩:૦૦ વાગ્યે આવી હતી. ફતેપુરા થી સંતરામપુર ફક્ત ૨૦ કી.મી. છે છતાં ૦૭:૦૦ કલાક વીત્યા પછી ફતેપુરામાં ટ્યુબ આવી હતી જેથી તે સુધારી ફરી પરત બસ ડેપો ઉપર ગઈ હતી. ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડાથી આ બસ રાજસ્થાનના બાંસવાડા ખાતે જાય છતાં તેના ટાયરો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને સ્પેર ટાયર પણ આપવામાં આવતું નથી. આમાં કોની બેદરકારી સમજવી ? ૨૦ કી.મી. થી ટ્યુબ આવતા સાત કલાક લાગે આ બાબતે એસ.ટી. તંત્રના ઉપલા અધિકારીઓ એક્શન લેશે ખરા ? તેવું મુસાફરો દ્વારા જાણવા મળી રહેલ છે. છો ને એસ.ટી.નું નુકસાન થાય અમારું શું બગડવાનું હતું તેવી નીતિ સુધરશે ખરી? તેવી લોકચર્ચા ફતેપુરા પંથકમાં ચર્ચાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments