દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુ મોટી સંખ્યામાં તાલુકાના આદિવાસી ભાઈઓ એકઠા થઇ રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ આજુબાજુના વિસ્તારના આદિવાસી ભાઈઓ તેમજ અગ્રણીઓ, સરપંચો બધા મળી રેલી માનગઢ મુકામે જવા નીકળી હતી. રેલી ફતેપુરાના મુખ્ય માર્ગો ઉપર થઈને નીકળી હતી. ફતેપુરાના બસ સ્ટેશન ઉપર આદિવાસીઓ નારા તેમજ નાચગાન સાથે ઝુમ્યા હતા અને ત્યાંથી આજુબાજુથી બધા એકઠા થઈ માનગઢ મુકામે પ્રસ્થાન કર્યું હતું
વધુમાં રેલીમાં નીકળેલા ભાઈઓ તેમજ દરેક વ્યક્તિઓ માટે રસ્તામાં સીમલીયા મુકામે ચા નાસ્તાનું સેવાભાવિ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ રજનીકાબેન દ્વારા અને લખણપુર જિલ્લા પંચાયત સભ્ય સુરતાબેન અને મોટીરેલ સરપંચ વિગેરે સેવાભાવીઓ ભૈયાજી નરેન્દ્ર ભાઈ નરેશ ભાઈ દ્વારા પીવાનું પાણી, ચા-નાસ્તો વિગેરના સ્ટોલ ગોઠવી સીમલીયા ત્રણ રસ્તા ઉપર આયોજન કરેલ હતું અને લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.