ફતેપુરા નગરમાં કથા વાચક ધામ વૃંદાવનના ધર્મેન્દ્ર કૃષ્ણ ગોપાલ શાસ્ત્રીના મુખેથી શિવ મહાપુરાણ કથાનું આયોજન શિવ શંભુ ભોલે પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
ફતેપુરા નગરમાં શિવ શંભુ ભોલેનાથ પરિવાર દ્વારા તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૮/૨૦૨૩ સુધી સાત દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન ફતેપુરા નગરમાં આવેલ વણિક સમાજની વાડીમાં ધર્મેન્દ્ર કૃષ્ણ ગોપાલ શાસ્ત્રીના મુખેથી કથાનું રસપાન કરાવવામા આવશે
કથાનું રસપાન શ્રોતાઓ શાન્ત વાતાવરણમાં સારી રીતે કરી શકે તે માટે સુંદર આયોજન પણ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા નગરમાં આજે પ્રથમ દિવસ નિમિત્તે પોથીયાત્રા તેમજ કળશ યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પધાર્યા હતા. સાત દિવસ ચાલનારી આ શિવપુરાણ કથામાં 11 હજાર પાર્થિવ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. આ કથા દરમિયાન સિદ્ધ કરેલા રુદ્રાક્ષ અને મંગળ કળશ પણ મફતમાં આપવામાં આવશે. તેમજ પૂજા અર્ચના કરીને કથાનું રસપાન કરાવવામા આવશે કથાના પૂર્ણાહુતિના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ આયોજન સમિતિએ દ્વારા રાખવામાં આવેલ છે.