- સરપંચ દ્વારા નવ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરતાં વેપારીઓ અને પ્રજાજનોમાં નારાજગી.
- અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા અંદાજિત ૨૦૦ માણસની સહીઓ સાથે સરપંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
- બે થી ત્રણ કલાકની છૂટ આપવાની ગામલોકોએ ભલામણ ની કરી યાચના
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ગ્રામજનોની મુશ્કેલીઓ બાબતે નાના વેપારીઓએ સરપંચને લેખિતમાં લોકડાઉનમાં છૂટની માંગણી કરતા સરપંચ અને તંત્રની આડોડાઇ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં પહેલા છ દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સરપંચ દ્વારા નવ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાવાતા ગામના વેપારીઓ અને પ્રજાજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
જ્યારે નવ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ નવ દિવસ પર્યંત ઘટી જતા આ લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની છૂટ આપવા માટે ગામના અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા અંદાજિત ૨૦૦ માણસની સહીઓ સાથે સરપંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સરપંચ અને વહીવટી તંત્રની આડોડાઈથી કોઈ પણ જાતની છૂટ આપવામાં ન આવતા પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અને ગ્રામજનોનું કહેવું છે કે જો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુની ખરીદી કરવાની છૂટ આપવામાં ન આવે તો અમારે ખાવું શું તેવા સવાલો પણ થઈ રહ્યા હતા. જેથી કરીને વધુ નહીં તો બે થી ત્રણ કલાક લોકડાઉનમાં છૂટ આપવાની ગ્રામજનો ની માંગ છે. પરંતુ ગામના સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા કોઈને પણ જાણ કર્યા વગર લોકડાઉન જાહેર કરવામાં આવતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાતા ગ્રામજનોએ વહીવટી તંત્ર અમે સરપંચને ૨૦૦ થી પણ વધુ લોકોની સહી થી બે થી 3 કલાક લોકડાઉનમાં છૂટછાંટ આપવા માટે આવેદન આપવામાં આવ્યું.