દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં આવેલ વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની પૂજા અર્ચના તથા વડના વૃક્ષની ફરતે સુતરની આંટી બાંધી ફેરા ફરી ઉજવણી કરવામાં આવી હતી. અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે તથા પોતાનું દાંપત્યજીવન સુખમય રહે તે માટે વ્રત અને ઉપવાસ રાખી વડના વૃક્ષની પૂજા કરી હતી.
શાસ્ત્રો મુજબ વડના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા તકલીફો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. તેવું એક મહિલાએ જણાવ્યું હતું.