THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક છે તે અનુસંધાને ફતેપુરા પોલીસ તંત્ર સજાગ થઈ ગયું છે અને પ્રજામાં શાંતિ જળવાઈ રહે, ઇલેક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને, ગુનેગારો ખોટી હરકતો ના કરે અને શાંતિ જળવાઈ રહે તે અનુસંધાને ફતેપુરા P.S.I. સી.બી. બરંડા પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા નગરના રાજમાર્ગો, મુખ્ય બજાર તથા ચુંટણી બુથો તેમજ આજુબાજુના વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું