Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લાના ફ્તેપુરા તાલુકાના મુખ્ય મથકે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત નગરમા ગટર લાઈન કરવામા આવી છે પરંતુ તંત્ર દ્વારા નિયમિત સફાઈ ન કરાવતા નગરમા ઘુઘસ રોડ ઉપર સ્ટેટ બેંકની આગળ તેમજ ઠેર-ઠેર ગટર લાઈન બ્લોક થઈ જતા ચેમ્બરો ફુલ થઈ જતા ગટરનુ ગંદુ પાણી રસ્તા ઉપર વહેતા આસપાસના રહિશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રહિશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં ગટર લાઈનની સફાઈ કરાવવામા નથી આવતી. ગટરનુ ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાતા ભયંકર રોગચાળો ફેલાવવાની શકયતાઓ રહેલી છે પંચાયત દ્વારા નિયમિત ગટર લાઈનની નિયમિત સફાઈ કરાવવામા આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.