દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર ગામે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ થતું હોવાના કારણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત રોજ તા.૦૫/૦૮/૨૦૨૦ને બુધવારના રોજ રામજન્મ ભુમિનું પૂજન કરાતા ડુંગર ગામમાં ગુજરાત રાજય યુુુવક બોર્ડનાં ફતેપુરાનાં સંયોજક પ્રવિણભાઇ બરજોડ અને ડુંગર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા રામધૂન કરી મંગળ આરતી કરવાંમાં આવી અને તેમાં રામ લક્ષમણ જાનકીની વેશભુષાનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ફતેપુરાનાં ભાજપાના નેતા ચુનીકાકા, ફતેપુરા ભાજપ ઉપપ્રમુખ પંકજ પંચાલ, જિલ્લા સહ વાલી ગુ.રા.યુ.બોર્ડ અને આજુબાજુના ગ્રામજનો તેમજ જિલ્લા કન્વિનર સુનિલભાઇ, હિમાંશુ વિગેરે હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન પણ કરવામાં આવ્યું હતું અને માસ્ક પણ બાંધેલા હતા તેમજ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા રામધૂન...