દાહોદ જીલ્લા ના ફ્તેપુરા તાલુકના મુખ્ય મથકે આવેલ તળાવ ની સાઇડ મા વગર પરવાનગી એ ખોદકામ કરી માટી નુ પુરણ કરતા હોવાની ફરીયાદ દાહોદ કલેકટર ને મળતા કલેકટર દ્રારા ફ્તેપુરા મામલતદાર ને જાણ કરવામા આવતા મામલતદાર એ.ડી. ફેરા એ સ્થળ તપાસ કરતા તળાવ પાસે પડેલ પડ્તાર જમીનમા બે જે.સી.બી. દ્રારા પરવાનગી વગર ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનુ જણાતા મામલતદારે ફ્તેપુરા પો.સ.ઇ. ને બોલાવી બન્ને જે.સી.બી પોલીસ સ્ટેશને લાવી મામલતદાર શ્રી એ.ડી. ફેરા એ (૧) અબ્દુલ સલીમ સાઠિયારહે.ફતેપુરા (૨) અબ્દુલ ગની પટેલ. રહે.ઝાલોદ (૩) સુરેશ ડામોર. રહે.ઝાલોદ (૪) આનંદ સંગાડા રહે.બાજરવાડા એમ કુલ ચાર ઈસમો વિરુદ્ધ ફરીયાદ આપતા ફ્તેપુરા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુધ્ધ ipc કલમ-૪૪૭,૧૮૦ તથા ખનીજ ખાણ નીયમ ૩,૫,૬,૭ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
HomeFatepura - ફતેપુરાફતેપુરામા ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા બે જે.સી.બી. જપ્ત કરી ચાર ઇસમો વિરુદ્ધ...