PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરમાં જિલ્લા રોગચાળા અધિકારી દિલીપ ભાઈ પટેલ, જિલ્લા સુપરવાઇઝર એન.આર.બોકળ, ફતેપુરા PSI બી.એમ. રાઠવા તથા પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા ગામમાં દુકાનો ચેક કરતા દુકાનોમાંથી તમાકુની બનાવટ અને તમાકુ મળી આવતા તાલુકા હેલ્થ ડિપાર્ટમેંટ દ્વારા રૂપિયા ૭૯૦૦ નો દંડ જિલ્લા પંચાયત ટીમ દ્વારા રૂપિયા ૩૨૦૦ અને પોલીસ દ્વારા રૂપિયા 3160 નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમાં એક વેપારી પાસે થી 200 રૂપિયાનો દંડ પણ લેવામા આવ્યો હતો અને આમ ટોટલ બધો દંડ ભેગો કરતાં કુલ 14260 રૂપિયાનો દંડ વસુલાયો હતો