SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે રહેતા મુકેશભાઈ અગ્રવાલ તથા તેમના પત્નિ તેમના તથા તેમના ભાઈ ના છોકરા તથા છોકરીઓ ને ગાંધીનગર હોસ્ટેલ મા તુફાન ગાડી મારફતે મુક્વા જતા હતા દરમિયાન ચુથાના મુવાડા પાસે ટ્રેઈલર સાથે અકસ્માત થતા મુકેશભાઈ નુ ઘટના સ્થળે જ મોત થવા પામ્યુ હતુ જયારે તેમના પત્નિ ને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે લઈ જતા દરમિયાન તેમનુ પણ મ્રુત્યુ થવા પામ્યુ હતૂ. ઘટનાની જાણ પરિવારજનો ને થતા તેમના માથે આભ તુટી પડયુ હતુ. ઘટનાની જાણ ફતેપુરા નગરમા વાયુવેગે પ્રસરી જતા નગર મા ગમગીની ભ્રર્યુ વાતાવરણ થઈ ગયૂ હતુ. જયારે પતિ-પત્નિ ની એકસાથે અંતિમયાત્રા નિકળતા આખુ નગર હિબકે ચઢ્યુ હતુ તેમજ નગર ના દરેક સમાજના લોકો અંતિમયાત્રા મા જોડાયા હતા.
HONDA NAVI