ફતેપુરા PSI દેસાઈ દ્વારા CCTV નાં ફૂટેજ મેળવી ડોગ સ્કવોર્ડ બોલાવીને ચોરનો પગેરું મેળવવા માટેના ચક્ર ગતિમાન
ફતેપુરામાં બાયપાસ રોડ ઉપર ઝાલોદ ચોકડી પાસે આવેલી કરિયાણાની દુકાનમાં રાત્રિ દરમિયાન ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોર લોકો નવરાત્રીનો લાભ ઉઠાવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે.
ફતેપુરા બાયપાસ ઝાલોદ રોડ ઉપર કરિયાણાની હોલસેલ તથા છૂટક દુકાન ચલાવતા હતા હેમંતકુમાર તારાચંદ અગ્રવાલ મોડી સાંજે વેપાર ધંધો બંધ કરીને સાંજના સાતેક વાગ્યે ના સમયે દુકાનના આગળના ભાગે શટલને તાળું મારીને દુકાન બંધ કરીને તેઓ પોતાના ઘરે કરોડિયા મુકામે જતા રહ્યા હતા બીજે દિવસે વહેલી સવારે દુકાન ખોલતા કરિયાણાની દુકાનમાં આવેલ શટરને મારેલું તાળું ખોલી દુકાનની અંદર ગયા ત્યારે લાકડાના ટેબલ ના કાઉન્ટર ખોલતા તેમાં મુકેલો સ્ટીલનો ડબ્બો હતો ન હતો અને સ્ટીલના ડબ્બામાં મૂકી રાખેલા રોકડા રૂપિયા 19,000 નહીં જોવાતા દુકાનના પાછળના રૂમમાં તપાસ કરવા જતા બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને બાથરૂમના ઉપર ની ભાગે બારી તૂટેલી હતી. બારીમાંથી કોઈ અજાણ્યા માણસો દુકાનની અંદર પ્રવેશ કરીને દુકાનના ટેબલના કાઉન્ટરની અંદર મૂકી રાખેલા રોકડા રૂપિયા 19,000 અજાણ્યા ચોરી ઈસમો લઈ ગયા હતા. ચોરી કરવા આવેલા ઈસમ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે, ત્યારે CCTV કેમેરાનું ફૂટેજ મેળવીને તેમ જ ડોગ સ્કવોર્ડ બોલાવીને PSI દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.