SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના મુખ્યમથકે ઝાલોદ રોડ ઉપર સરકારી દવાખાના પાસે સોસાયટી મા જવાના પ્રવેશ દ્રાર પાસે જ ઈદ્રીશભાઈ નાગુજી દ્રારા પાકુ ચણતર કરી ગેરકાયદેસર બાંધકામ કરતા તેમજ ફતેપુરા બાયપાસ રોડ ઉપર સુરેશ કલા બરજોડ દ્રારા પણ દબાણ કરવામા આવતા નોટીસ બાજાવવા મા આવી હતી પરંતુ ઉપરોક્ત ઈસમો એ તો પણ કામ ચાલુ રાખતા ગતરોજ ફતેપુરા મામલતદાર એ.ડી.ફેરા એ ફતેપુરા પો.સ.ઈ. બી.એમ. રાઠવા તેમાજ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધીકારી તથા અન્ય સરકારી અધીકારી ઓ ને સાથે રાખી બન્ને દબાણો જે.સી.બી દ્રારા તોડી પાડવામા આવ્યા હતા. ઉપરોક્ત ઘટ્ના ને પગલે નગર મા અન્ય દબાણકર્તા ઓ મા ફફડાટ જોવા મળી રહયો છે.