દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે રાષ્ટ્રીયકૃત ત્રણ બેંકો પૈકી એકમાત્ર બેન્ક ઓફ બરોડા નુ એ.ટી.એમ કાર્યરત છે તે પણ મોટે ભાગે બંધ હાલત મા રહેતા હજારો ગ્રાહકો અટવાઈ રહ્યા છે. આ સંબંધે અનેકવાર ઉચ્ચકક્ષા એ રજુઆત કરવા છતા સત્તાધીશો દ્રારા કોઈ પગલા લેવામા ન આવતા લોકો મા નારાજગી જોવા મળી રહી છે. લગ્નગાળો ચાલતો હોવાથી આજુબાજુ ના ગામડા માંથી હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે અને એ.ટી.એમ બંધ હોવાથી મુશ્કેલી મા મુકાઈ જાય છે જયારે નાણા ઉપાડવા માટે બેંક મા લાંબી લાઈનો હોવા થી સમય પણ બરબાદ થઈ રહયો છે. આ અંગે જવાબદાર અધીકારી ઓ યોગ્ય પગલા લઈ એ.ટી.એમ કાયમ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરે તેમજ અન્ય બેંક ના એ.ટી.એમ પણ સત્વરે કાર્યરત થાય તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.
ફતેપુરામા લગ્ન સીઝન ટાણે જ વારંવાર A.T.M ખોટકાતા હજારો ગ્રાહકો ને મુશ્કેલી
RELATED ARTICLES