- ફતેપુરા તાલુકામાં રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત કફોડી.
- ગ્રામ પંચાયતો દ્વારા કોઈ પણ આયોજન કર્યા વગર પહેલા છ દિવસ અને હવે નવ દિવસનુ લોકડાઉન આપતા ગરીબ અને માધ્યમ વર્ગ ની હાલત કફોડી.
સમગ્ર દેશમાં કોરોના નો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ યથાવત રહેતા ફતેપુરા તાલુકામાં કોરોનાના કેસ વધતા ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ કરોડીયા અને કાળીયા વલુંડા ગ્રામ પંચાયત દ્વારા નવ દિવસ માટે લોકડાઉન કરવા ફતેપુરા P.S.I. સી.બી.બરંડાને રજૂઆત કરી હતી. તે અનુસંધાનમાં પહેલા છ દિવસનું લોકડાઉન હતું અને પછી નવ દિવસના લોકોડાઉન કરવામાં આવ્યું છે જે દરમિયાન રોજનું કમાઈને રોજ ખાતા લોકોની હાલત કફોડી થયેલ છે. ફતેપુરા તાલુકાની ફતેપુરા, કરોડિયા તેમજ કાળીયા વલુંડા ગ્રામ પંચાયતમાં રોજનું કમાઈને રોજ ખાતા લોકોનું આયોજન કર્યા વગર ત્રણેય પંચાયતો દ્વારા નવ દિવસનુ લોકડાઉન આપતા રોજનું કમાઈને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે. સ્વૈચ્છિક લોકડાઉન થતા છૂટક મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા લોકોને ખાવા માટે સીધુસામાનની કોઈ આયોજન કરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બીજી બાજુ જોતા ગરીબો લોકોની હાલત જેવા કે રિક્ષાચાલકો, ગામડાઓમાંથી મંજૂરી માટે આવનારાઓ, ભાડે દુકાન રાખી દુકાનનું ભાડું ભરનારાઓ,, બેંકોમાંથી લોન લઈ હપ્તા અને વ્યાજ ભરનારાઓની દયનીય પરિસ્થિતિ જણાઈ રહી છે. જે જેથી આ બાબતે ગ્રામ પંચાયત અને તંત્રએ ધ્યાન દોરવું જરૂર જણાઈ રહ્યું છે