દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા અનાજ માર્કેટ એસોસિએશનના વેપારીઓએ તા.૦૫/૦૯/૨૦૧૯ અને તા.૦૬/૦૯/૨૦૧૯ આમ બે દિવસ માટે અનાજ ખરીદવું વેચવું તે માટે સંપૂર્ણ બંધ પાળેલ છે. સરકારના ૨% TDS એક કરોડ ઉપરના પેમેન્ટ ઉપર આપવો પડતો હોઈ ખેડૂતોને પેમેન્ટ આપવામાં તકલીફ ઊભી થાય છે. અહીંયા ખેડૂતો ચેકથી કે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી. અહીંયા નાના ખેડૂતો વધુ પ્રમાણમાં હોવાથી પેમેન્ટ કરવામાં તકલીફ ઊભી થાય છે. નાના ખેડૂતો આ રીતે પેમેન્ટ લેવામાં નારાજગી વ્યક્ત કરે છે. આજે તા.૦૫/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ અનાજ માર્કેટમાં અનાજ લઈને આવનાર ખેડૂતો ધક્કા ખાઈ અને આખો દિવસ બગાડી માર્કેટ બંધ હોવાથી ફરી પોતાના ઘરે જાય છે જે ગરીબ ખેડૂતો માટે બહુ જ દુઃખ ભર્યા કાયદા ગણાય. બે દિવસ બંધ થી ઘણાખરા ખેડૂતોને રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે. ફતેપુરા વેપારી એસોસિયેશન બે દિવસ માટે સદંતર બંધ પાળી સરકારના કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ.
ફતેપુરા અનાજ માર્કેટ વેપારી એસોસિયેશન દ્વારા ૨% T.D.S. ના વિરોધમાં અનાજ માર્કેટ સદંતર બંધ રાખેલ અને કલેક્ટરને આવેદન પણ આપેલ
RELATED ARTICLES