- વિધાનસભાના દંડક અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
- ધારાસભ્ય દ્વારા તમામ મહિલાઓને રક્ષાબંધન ની ભેટ અર્પણ કરાઈ
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રક્ષાબંધન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ફતેપુરા અને સંજેલી તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભાના દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારાને રાખડી બાંધી હતી અને કાર્યક્રમની ઉજવણી કરી હતી. જેમાં CDPO કોમલબેન દેસાઈ, જિલ્લા મહિલા મોરચાના મંત્રી નીલમબેન ડીંડોર, ફતેપુરા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન ડામોર, સંજેલી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ફૂલવંતીબેન, જિલ્લા સભ્ય અલ્પાબેન ભાભોર, આંગણવાડીની કર્મચારીઓ, આશા બહેનો અને મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ ધારાસભ્ય રમેશભાઈ કટારાને રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી હતી. ધારાસભ્ય દ્વારા તમામ બહેનોને રક્ષાબંધનની ભેટ અર્પણ કરી હતી.