Wednesday, October 30, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા આઇ.કે. દેસાઈ હાઈસ્કુલ ખાતે ચાંદીપુરમ વાયરસ અને ટીબી અંગે બાળકોને સમજણ...

ફતેપુરા આઇ.કે. દેસાઈ હાઈસ્કુલ ખાતે ચાંદીપુરમ વાયરસ અને ટીબી અંગે બાળકોને સમજણ આપવામાં આવી

આજ રોજ ફતેપુરા તાલુકાની આઇ.કે. દેસાઈ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક જાણકરી આપવામાં આવી

જેમાં સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે.

ચાંદીપુરમ તાવના લક્ષણો: – બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા – ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.

ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો: – ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં. સાથે સાથે ટીબી એચ.આઇ.વી., સિકલ સેલ, અને હિપેટાઇટિસ રોગ અંગે પણ સંપૂર્ણ માહીતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસનો સ્ટાફ, ટીબી સુપરવાઈઝર, તથા શાળાના શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments