Saturday, November 2, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આજે તા.૦૯/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. આદિવાસી નૃત્યની રમઝટ બોલાવી મોટાભાગના આદિવાસી બંધુઓ પરંપારિક ડ્રેસ પહેરીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુ.એન.ઓ.) દ્વારા આખા વિશ્વએ જ્યારે આદિવાસી સમાજની નોંધ લઇ 9 મી ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે માન્યતા આપી જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ રોજ ફતેપુરા તાલુકામા “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી.

આદિવાસી સમાજના લોકો દ્વારા પોતાનો પરંપરાગત પોષાક પહેરી, તીરકામઠું, ભાલો જેવા પોતાના પરંપરાગત હથિયાર સાથે ફતેપુરા નગરમાં રેલી સ્વરૂપે ડીજેના તાલ સાથે અલગ અલગ પ્રકારના આદિવાસી નૃત્ય દ્વારા નાચગાન કરતા નીકળ્યા હતા. ફતેપુરા તાલુકો માનગઢ ની નજીક હોવાના કારણે માનગઢ જવા માટે લોકોને ફતેપુરા તાલુકામાંથી જવું પડતું હોય છે. દાહોદ જિલ્લો, પંચમહાલ જીલ્લો તેમજ મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓ તેમજ છોટા ઉદેપુર જિલ્લાના લોકો મોટી સંખ્યામાં માનગઢ ધામ ખાતે દર્શન અર્થે જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન લઇને માનગઢ જતા જોવા મળ્યા હતા.

ફતેપુરા મુકામે આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી. આદિવાસી નૃત્ય જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા ફતેપુરા નગરના નગરવાસીઓ દ્વારા તેમનું સ્વાગત કરી પાણી પીવડાવ્યું હતું તો મુસ્લિમ બિરાદારો પણ આદિવાસી સમાજના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી.

ફતેપુરા નગરમાં આદિવાસી દિવસ એક ઉત્સવ બની ગયો હતો અને લોકો ઉત્સાહથી આ ઉત્સવમા જોડાયા હતા નગરજનો દ્વારા ઠેરઠેર જગ્યાએ આદિવાસી સમાજ સાથે કદમથી કદમ મિલાવીને આ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments