PRAVIN KALAL FATEPURA
ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વર્ણી જિલ્લા રજિસ્ટ્રાર.પી.અંશારી ની અધ્યક્ષતા માં યોજવામાં આવી હતી તેમાં વેપારી વર્ગ અને ખેડૂતો પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તેમાં ચેરમેન તરીકે બાબુભાઇ નવલભાઈ પારગી અને પ્રફુલભાઈ ડામોર વચ્ચે ચૂંટણી જગ હતો ચૂંટણી થતા બાબુભાઇ ને નવ મત મળ્યા હતા જ્યારે પ્રફુલભાઈ ને આઠ મત મળ્યા હતા જેથી બાબુભાઇ ને વધુ એક મત મળતા ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં અને વોઇસ ચેરમેન ની ચૂંટણી થતા મોતી ભાઈ ભેમાભાઈ ભાભોર ને નવ મત મળતાં તેમને વોઇસ ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા ના સમર્થકો દ્વારા વિજયયાત્રા બેન્ડ વાજા સાથે ફતેપુરા નગર માં ફટાકડા ફોડી ધામધૂમ થી ફેરવવા માં આવી હતી અને આજુ બાજુ ખુશી નો માહોલ છવાઈ ગયો હતો.