દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમા ભષ્ટ્રાચાર બાબતને લઇને ફતેપુરાના નાગરીકો દ્વારા તપાસની માંગ માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી થી લઇને રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામા આવી હતી. ભષ્ટ્રાચાર પ્રરકરણમા વધુ સમય વિતવા છંતા પણ રિઝલ્ટ ન આવતા અરજદારોએ આજ રોજ સોશિયલ મિડીયાના સહારે લૈખિતમા રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી. દાહોદ જીલ્લાના નાયબ જીલ્લા વિકાસ અધિકારી ના હુકમનો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ અનાદર કર્યો હોવાની વાંતે વધુ વેગ પકડયો છે. આક્ષેપ સાથે કસુરવારો સામે કાર્યવાહી કરી ન્યાય મળે તે માટે લૈખિત મુખ્ય પ્રધાનને રજૂઆત કરી માંગ કરી છે. ફતેપુરા ગ્રામ પંચાયતમા ભષટ્રાચાર થયો હોવાનો મુદ્દો ઘણા સમયથી ચાલી રહયો છે.
ફતેપુરાના વિશાલ નહાર, ઇલિયાસ ભાભોર, રફિક શેખ દ્વારા પંચાયતમા થઇ રહેલ ભષ્ટ્રાચારની તપાસની માંગ માટે અગાઉ વિરોધ નોધાવવામા આવ્યો હતો. અરજદારોની માંગ પગલે ફતેપુરા TDO એ ગ્રામ પંચાયત ના રેકડઁ જપ્ત કરી તપાસ હાથ ધરી કાર્યવાહી શરુ કરી છે, એ વાતને ત્રણ મહિના જેટલો સમય વિતિ જવા છતા નિણઁય ન આવતા આજ રોજ ફતેપુરા ના અરજદારોએ દાહોદ જીલ્લાના નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ફતેપુરાના ડેપ્યુટી સરપંચને પંચાયત ધારા અધિનિયમ 1993 ની કલમ 30(જ) મુજબ સભ્ય પદે થી દૂર કરી દિન સાતમા જીલ્લા કચેરીએ રિપોટઁ કરવાનો હુકમ ફતેપુરા TDO ને કર્યો હતો તેમ છતા ફતેપુરા TDOએ કાયઁવાહી ન કરી. આ પ્રરકરણમા વિલંબ કરતા ફતેપુરાના અરજદારોએ ફતેપુરા TDO વિરુધ્ધ દાહોદ જીલ્લાના નાયબ જીલ્લા વિકાસ અધિકારીનો પત્ર ફરતો કરી ફતેપુરા પંચાયત સતાધિશો તેમજ ડેપ્યુટી સરપંચને સતા પરથી દૂર કરવાની માંગ સાથે ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા પંચાયતના ભષ્ટ્રાચારીઓને આંખ આડા કાન કરવાની વાત સાથે ફતેપુરા TDO વિરુધ્ધ રોષ દાખવી કાયઁવાહી ન્યાય માટે રાજ્ય ના મુખ્ય મંત્રી ને લૈખિત બીજી વાર ફરિયાદ કરી છે