PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ગ્રામ પંચાયતના સાત (૭) સભ્યો દ્વારા ફતેપુરા પંચાયતના સરપંચ કચરૂભાઈ નવલભાઈ પ્રજાપતિના વિરોધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમા સભ્યો દ્વારા નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા હતા કે : (૧) કોઈપણ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણય લે છે. (2) કોઈપણ કામમાં સભ્યો ઉપર વિશ્વાસ રાખતા નથી. (૩) સભ્યોને ખોટી ખોટી વાતો જણાવી અંદર-અંદર લડાવે છે. (૪) ગ્રામ પંચાયતના કામોમાં ખર્ચા કે આવક બતાવતા નથી.
જે સાત સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે તે પૈકી
(૧) કેવલ કુમાર જગદીશચંદ્ર પંચાલ (૨)વસંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ (3) ઉર્મિલાબેન નરેશકુમાર કલાલ (૪) ફાલ્ગુનીબેન દિલીપકુમાર પંચાલ (૫) મનોજકુમાર નરેશભાઈ કલાલ (૬) ભાવેશકુમાર વલ્લભભાઈ પટેલ (૭) નાથીબેન દલાભાઈ બરજોડ
વધુમાં ગ્રામજનોની પાસેથી મળેલ માહિતી મુજબ સરપંચ વિરોધ કોઈ જાણકારીઓ કે ચર્ચાઓ મળી આવેલ નથી