દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં દરેક ફળિયા, મહોલ્લામાં પાણી વિપુલ પ્રમાણમાં વેડફાય છે, અને તે પાણી ફળિયા, મહોલ્લાની શેરીઓમાં ગંદકી કરી બીમારી નું ઘર કરી રહી છે ત્યારે ફતેપુરા નગરના લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ દેખવા મળી રહ્યો છે, પરંતુ કોઈ કોઈને કહી શકતું નથી કારણકે તંત્ર “કુંભકર્ણની ઘોર નિંદ્રામાં” સરી પડયું હોય તેમ જણાય છે. અને આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું.
હાલ કોલેરા, કમળા, કમળી જેવા ભયંકર રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે તંત્ર પાણીનાં વેડફાટ અને શેરી મહોલ્લામાં જે ગંદકી ફેલાઈ રહી છે તે બાબતે શું પગલા લેશે એ જોવું રહ્યું. શું તંત્ર આ બાબતે કોઈ પગલા લેશે કે પછી મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે ? તંત્ર એ આ બાબતે સજાગ થઈને નક્કર પગલા ભરવા જોઈએ અને જે લોકો ગંદકી કરે છે તેની સામે નક્કર પગલા ભરવા જોઈએ.


