PRAVIN KALAL –– FATEPURA
અરજદાર 20 ઓગસ્ટના સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી કોઈ નિર્ણય ન આવે તો આત્મવિલોપન કરીશું એવી ચર્ચાઓ કરેલ હતી. તે જાણી ફતેપુરા તાલુકા પંચાયત ખાતે કડક પોલીસ બદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો
ફતેપુરા ગ્રામપંચાયતમા વ્યાપક પ્રમાણમા ભષ્ટ્રાચાર આચરી ગેરરીતી કરવામા આવી હોવાની વાત ને લઇને ફતેપુરાના અરજદારો દ્રારા યોગ્ય તપાસ કરી ન્યાય માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, દાહોદ જીલ્લા વિકાસ અધિકારી થી લઇને રાજ્ય ના મુખ્ય પ્રધાન ને લૈખિતમા રજુઆત કરાઇ હતી એ વાત ને બે મહિના જેટલો સમય વિતિ જવા છંતા પણ કાયઁવાહી કરી નિણઁય ન લઇ તારીખ પર તારીખ અપાતા ફતેપુરા ના ત્રાહિત અરજદાર વિશાલ નહાર દ્રારા શોસિયલ મીડીયા મારફતે રજુઆત કરી ફતેપુરા ગ્રામપંચાત ના પ્રકરણમા ડેપ્યુટી સરપંચ ને હોદા પરથી દૂર કરવાની માંગ સાથે નિણઁય ન લેતા અધિકારી ઓ વિરુધ્ધ રોષ ઠાલવી ફતેપુરા તાલુકા પંચાયત પરિસર મા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી વિશાલ નહારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા દાહોદ જીલ્લા નુ વહીવટી તંત્ર એલટઁ થઇ ને દોડતુ થઇ ગયુ હતુ ચીમકી પગલે ફતેપુરા તાલુકા પંચાયત ખાતે અરજી કરતા વિશાલ નહાર આત્મવિલોપન ન કરે તે માટે પી એ સાઇ એચ પી દેસાઇ સ્ટાફ ના માણસો સાથે તા પં પરિસર મા કડક પોલીસ બદોબસ્ત ગોઠવ્યો હતો ત્યારે દાહોદ જીલ્લા પંચાયત ના ડેપ્યુટી ડી ડી ઓ પણ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે ધસી આવ્યા હતા અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર વિશાલ નહાર ને રુબરુ બોલીવી સમજણ પાડી કેશ ની સુનવણી માટે વધુ બે દિવસ ની મોહલત માગવા મા આવતા અરજદારે સંમતિ દશૉવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયત ના ભષ્ટ્રાચાર પ્રરકરણ મા તારીખ 23 ઓગષ્ટ રાખવામા આવી હતી અને આ કેશ ની સુનવણી તારીખ 23 ના રોજ બપોર ના બે કલાકે તાલુકા પંચાયત કચેરી ફતેપુરા ખાતે થશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર નાર વિશાલ નહાર ની ફતેપુરા પોલીસે અટકાયત કરી જામીન પર છુટો કયૉ હતો