PRAVIN KALAL –– FATEPURA
- દશ દિવસમા તપાસ પૂણઁ કરવાની ખાતરી તાલુકા વિકાસ અધિકારીએ આપતા અરજારો હડતાળ સમેટી ઉભા થયા..
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS (HONDA )
દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ગ્રામ પંચાયતમા કરોડા રુપિયાનો ભ્રષ્રટ્રાચાર થયો હોવાની વાતને લઇને ફતેપુરાના જાગૃત નાગરીકો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, દાહોદ જીલ્લા વિકાસ અધિકારી, ગુજરાતના મુખ્ય મંત્રીને પંચાયતના રેકડઁ જપ્ત કરી તપાસ કરી પંચાયતના સત્તાધીશો સામે કાયઁવાહી કરવાની માંગ કરવામા આવી હતી. તેમની મુદત પૂર્ણ થઇ અને સમય જતા હોવા છંતા પણ તપાસ કરી નિણઁય ન લેવાતા ફતેપુરાના અરજદારોએ ગઈકાલે સાંજે ફતેપુરા તાલુકા પંચાયતના પરિસરમા ભુખ હડતાળ પર બેસી જઇ વિરોધ નોધાવ્યો હતો. અરજદારો ભુખ હડતાળ પર બેસતા જીલ્લા આખામા વહીવટી તંત્રમા દોડધામ મચી જવા પામી હતી અને આ મુદ્દો શોસિયલ મીડીયા પણ ખુબ જ ચગ્યો હતો. ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી વિરોધ કરતા અરજદારોને દશ દિવસમા તપાસ કરી નિણઁય લેવાની ખાતરી આપતા અરજદારોએ ભુખ હડતાળ સમેટી તાલુકા પંચાયત આગળથી ઉભા થયા હતા. બનાવ પગલે પોલીસ પણ તાલુકા પંચાયત કચેરીએ દોડી આવી હતી. ફતેપુરા ગ્રામ પંચાયતમા બે મહિના પહેલા ગ્રામસભા યોજાઇ હતી. જેમા ફતેપુરાના જાગૃત નાગરીક ઇલિયાસભાઇ ભાભોર, રફીકભાઇ શેખ, વિશાલભાઇ નહારે ફતેપુરા પંચાયતમા બે વષઁના સમય ગાળા દરમિયાન મોટા પાયે થયેલ ભ્રષટ્રાચારને લઇને પંચાયતના રેકડ જપ્ત કરી યોગ્ય તપાસ કરી કાયઁવાહી કરવાની માંગ કરી હતી. બે મહિના જેટલો સમય વિતિ જવા છંતા પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ પૂણઁ કરી નિણઁય ન લેવાતા ફતેપુરા પંચાયત વિરુધ્ધ રજુઆત કરનાર અરજદારોએ ફતેપુરા તાલુકા પંચાયત આગળ ગત રોજ મોડી સાંજે ભુખ હડતાળ પર બેસી વિરોધ નોધાવ્યો હતો. એક કલાક જેટલો સમય થતા હડતાળ પગલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ લૈખિતમા અરજદારોને ફતેપુરા પંચાયતના રેકડઁ જપ્ત કરી તપાસ કરાઇ છે, પરંતુ સ્થળ તપાસ કરવામા આવી નથી તો દિન ૧૦ મા સ્થળ તપાસ કરી નિણઁય લેવાની લૈખિત ખાતરી આપતા ફતેપુરાના અરજદારોએ પોતાની ભુખહડતાળ સમેટી હતી સાથે અરજદારોએ દિન ૧૦ ની મોહલત પછી ભ્રષટ્રાચાર આચરનારા લોકો સામે કડક હાથે કાયઁવાહી કરવાની માંગ કરી છે.