THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામપંચાયત ગ્રામસભામાં થયેલ વિખવાદો બાબત અરજદારો દ્વારા આપેલી અરજીઓના યોગ્ય નિકાલો ન આવતા અરજદારો અન્ન-જળનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેસવા માટે અરજી આપેલ છે. એક મહિના ઉપરનો સમય વિતી જવા છંતા પણ નિણઁય ન લેવાતા અરજદારોમાં અધિકારીઓ પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે.
ફતેપુરા તાલુકાની ફતેપુરા ગ્રામપંચાયત ખાતે અગાઉ ગ્રામસભા યોજાવા પામી હતી ત્યારે ગામના કેટલાક નાગરિકો દ્વારા પંચાયતમાં કરેલ કામોના હિસાબ માગવામાં આવ્યો હતો અને હિસાબ માગતાની સાથે જ પંચાયત સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમક ઝરી હતી. આ બનાવ પગલે આ ધટનાક્રમનો વિડીયો પણ શોસિયલ મીડીયા માં ખુબજ વાયરલ થયો હતો. ત્યારે ફતેપુરાના વિશાલ નાહર, ઇલિયાસભાઇ ભાભોર, રફીકભાઈ શેખ દ્વારા પંચાયતના બે વર્ષના સમય કાળ દરમિયાન કરવામાં આવેલ કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને લઇને પંચાયતના તમામ રેકડઁ જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને પગલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ અધિકારીઓની ટીમ બનાવી ફતેપુરા ગ્રામ પંચાયતના રેકૉડ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી રેકડઁની ઝીણવટ પૂવઁક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ વાતને પણ એક મહિના જેટલો સમય વિતી જવા છંતા પણ નિણઁય ન આવતા ફતેપુરા ગામના વિશાલ નહાર, ઇલિયાસભાઇ ભાભોર, રફીક શેખે તા.૨૯ જુન સુધીમાં તંત્ર તરફ થી નિર્ણય લેવાયેલ નથી અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી તરફથી આવેલ લેટર ઉપર પણ પૂરતું ધ્યાન લેવાયેલું નથી. આ બાબતનો મુખ્યમંત્રીના નીચે આપેલ પત્રને પણ ગ્રામ પંચાયતના સભ્યો ઘોળીને પી ગયા છે.
તેેેથી તા.૩૦ જુલાઇએ આ તમામ વ્યકિતઓએ ફતેપુરા તાલુકા પંચાયત પરિસરમાં પોતાના સમથઁકો સાથે અન્ન જળ નો ત્યાગ કરી ઉપવાસ આદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.