દાહોદ જિલ્લાના ફતેપુરામાં ગ્રામ સભા યોજવામાં આવી
ગ્રામસભા સવારે નવ વાગે ચાલુ થઈ હતી ગ્રામસભામા અમુક મુદ્દાઓને લઇ હોબાળો મચવા પામ્યો હતો ગામમાં પાણીનો વેસ્ટેજ વધારે પડતો થાય છે તેવી રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તેમાં ભૂગર્ભ ગટર લાઈન હોવાથી પાણી જવાનો કોઈ રસ્તો જ ન હોવાથી પાણી રોડ ઉપર વહે છે અને રોડ ઉપર વહેવાથી તે વધારે પ્રમાણમાં જોવામાં આવે છે ગામમાં અમુક નળ ના ભૂતિયા કનેક્શનો છે તે બંધ કરવા અને પાણી વેડફતા હોય તેઓને દંડ કરવો તેમજ કચરો રોડ ઉપર નાખતા હોય તેઓને પણ દંડ કરવો તેવી રજુઆતો થઇ હતી બીજુ કે ગામની અંદર ઠેરઠેર ખાડાઓ અને ગંદકી જોવા મળી રહે છે તેનું કારણ રોડ ઉપર વહેતું પાણી આ બાબત ધ્યાનમાં લઈ વહેલી તકે રોડ ઉપર વહેતું પાણી બંધ કરવામાં આવે જેથી મચ્છર તેમજ પાણીજન્ય રોગો ટાળી શકાય ગામની અંદર મચ્છરનું પ્રમાણ બહુ જ વધી ગયેલ છે જેનાથી વાઇરલ ઇન્ફેક્શન તેમજ તાવ ટાઈફોડ ની બીમારીઓ એ વધુ વેગ પકડ્યોછે અમુક ટ્રાફિક બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી ગામની અંદર દબાણ હટાવવા માટે રજૂઆતો થઈ હતી ગ્રામ સભામાં અગાઉના મુદ્દાઓ પ્રત્યે કામગીરી કરવામાં આવતી નથી તે બાબતો પણ ચર્ચાઈ હતી અને આંગણવાડીઓ વિશે રજૂઆતો કરતા જણાવેલ કે આંગણવાડી ઘરોમાં ચલાવવામાં આવે છે થોડા દિવસો અગાઉ પીકઅપ સ્ટેન્ડ આગળથી ટીડીઓ અને સરપંચ દ્વારા દબાણો હટાવવામાં આવેલા હતા પરંતુ ધીરે-ધીરે તેમાં પણ વિકાસ થઈ રહ્યો છે અને પીક-અપ સ્ટેન્ડમાં ગંદકી વધી રહેલ છે આવી ઘણી બધી બાબતોમાં પ્રજાજનો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી મહત્વની બાબત તો એ છે કે ફતેપુરા ગામ માં કોઈપણ જગ્યાએ સોચાલય કે પેશાબ ઘર બનેલ નથી તો આ બાબતે તંત્રે એ પણ ધ્યાન દોરી આ મહત્ત્વના કામમાં ધ્યાન દોરવું જરૂરી જણાઈ રહ્યું છે બહારના લોકો આવતા તેઓને પેશાબ કરવા માટે ઘણી બધી તકલીફ ઊભી થાય છે.