આઝાદીના 75 વર્ષ નિમિતે ઉજવણી અને સંસ્કૃતિ તથા સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પહેલ કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે તા.૦૮/૦૮/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઊજવણી કરવામાં આવી હતી. તેમાં હર ઘર તિરંગા નાં કાર્યક્રમ અંતર્ગત ત્રિરંગા યાત્રા પણ નીકાળવામાં આવી હતી.
આ તિરંગા યાત્રામાં NNS યુનિટનાં કનવિનર એચ.પી. અમીન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તથા વિશ્વ આદિવાસી દિવસ તેમજ આદિવાસી સપ્તાહની ઉજવણી ભાગ રૂપે આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ પહેરીને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા પુરા નગરમાં ફેરવવામાં આવી હતી તેમાં એચ.જે. પારગીના સહયોગ અને વિચાર વિમર્સ થી કરવા આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય જે.આર. પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળા નાં શિક્ષક સ્ટાફનો સમગ્ર આયોજનો માટે સાથ-સહકાર આપી સાથે મળી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો