Sunday, February 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના ઝાલોદ રોડ નવયુવક ગણપતિ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે સમાજ સુધારકનાં...

ફતેપુરાના ઝાલોદ રોડ નવયુવક ગણપતિ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે સમાજ સુધારકનાં અવનવા પ્રોગ્રામોનું કરવામાં આવનાર આયોજન

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઝાલોદ રોડ ઉપર નવયુવક ગણપતિ મંડળની સ્થાપના કરવામાં આવી છે. તેમાં સમાજ સુધારકના અને અવનવા પ્રોગ્રામો, નાસ્તા સાથે જનતા માટે રાખેલ છે. તેમાં તા.૦૬/૦૯/૨૦૧૯ રાત્રી ૦૮:૦૦ કલાકે અમદાવાદના પ્રખ્યાત ટીવી કલાકારો દ્વારા રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં મહત્વનું યોગદાન વરદાન હોસ્પિટલ દ્વારા થયેલ છે. તા.૦૮ ૦૯/૨૦૧૯  8. 9 ના રોજ મા-બાપ ને ભુલશો નહીં તે વિશે કલાકાર અશ્વિનભાઈ શંકરભાઈ જોશી નાઓ દ્વારા મનોરંજનથી મનોમંથન સુધીના વર્તમાન સમયમાં મા-બાપ અને સંતાનો સાસુ અને વહુના હૃદય પરિવર્તન થાય તે વિશે અશ્વિનભાઈ જોશી દ્વારા કાર્યક્રમ રાખેલ છે. તા.૧૧/૦૯/૨૦૧૯ ના રોજ ટીવી હાસ્ય કલાકાર ચિતરંજન ભાઈ, મંથન ભાઈ, દિવ્યાબેન, નીતિનભાઈ દ્વારા હાસ્ય કલાકાર નો તેમજ ડાયરાનો પ્રોગ્રામ રાત્રે ૦૮:૩૦ કલાકે રાખેલ છે. તો આ સમાજ સુધારક વિશે પ્રોગ્રામમાં સર્વે ફતેપુરા નગરજનોને પધારવા ફતેપુરા નવયુવક ગણપતિ મંડળ દ્વારા પધારવા સર્વેને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments