ફતેપુરાના તળાવ ફળિયામાં રહેતા ધાંચી ઇદરીશ અ.સતાર મુસાને ફતેપુરાના તળાવની સર્વે નંબર 148 વાળી જગ્યામાં દબાણ કયુઁ હોવાની વાતે ફતેપુરા મામલતદાર દ્વારા નોટીસ ફટકારી રુબરુ સુનવણી માટે ફતેપુરા મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. નોટીસ મળતા ધાંચી ઇદરીસભાઇ સહિત પંચીસ કુટુંબના પરિવારના લોકો ફતેપુરા મામલતદાર કચેરી ધસી જઇ તળાવમાં દબાણ કર્યુ નથી છંતા સ્થાનિક વહીવટી તંત્ર તરફ થી લોકોને હેરાન કરી ખરેખર તળાવમાં જે લોકો એ દબાણ કર્યુ છે તેઓને નોટીસ ન આપી બચાવવામાં આવતા હોવાની વાતે ફતેપુરા મામલતદાર કચેરી એ સખત વિરોધ નોંધાવી હોબાળો મચાવવામાં આવ્યો હતો હોબાળો થતા દાહોદ કલેક્ટર દ્વારા ફતેપુરા તળવની નજીક આવેલ સર્વે નંબર 140,141,142,143,146,147,148 ની જગ્યાની માપણીનો હૂકમ કરી રીપોર્ટ કરવાનો આદેશ કરાતા આજ રોજ ફતેપુરા તળાવની ફરતે માપણી કરાઇ હતી
માપણી સ્થળ પર ફતેપુરાના નાયબ મામલતદાર ડી.એલ.આર ના સર્વેયર, સરપંચ, પોલીસ બંદોબસ્ત સહિત મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.