THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારના હસ્તે 1500 થી વધુ લોકો ભાજપ મા જોડાયા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે આજે તા. ૨૭/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજ દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારની આગેવાનીમા તેઓના હસ્તે ફતેપુરા તાલુકાના નવ (૦૯) ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત એક (૦૧) તાલુકા પંચાયતના ચાલુ સભ્ય ભાજપમા જોડાતા કોંગ્રેસમા મસમોટુ ગાબડુ પડવા પામ્યુ છે.
સલરા ગામમા કોંગ્રેસમા વર્ષો જુના અને પીઢ કાર્યકર સલરા ગ્રામ પંચાયતના સરપંચ નમઁદાબેન રમેશભાઇ આમલીયાર પોતાના પતી સાથે આજ રોજ ભારતીય જનતા પાટીઁનો ખેસ પહેરી ભાજપમા સત્તાવાર જોડાયા હતા. તેઓની સાથે તેમના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો પણ જોડાયા છે. સાથે ક્રોગ્રેસ પક્ષના મેડેડ પર ચુટાઇ આવેલ ચાલુ તાલુકા પંચાયત સભ્ય રતનબેન નિસરતા પોતાના પુત્ર વિનોદભાઇ નિસરતા સાથે પણ આજ રોજ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમા જોડાયા.
વધુમાં તેમની સાથે નાનાસલરા ગામના સરપંચ, કરમેલ ગામના સરપંચ, ઝેર ગામના માજી સરપંચ અને તેમની ટીમ, નવાગામના સરપંચ તથા સભ્યો, મોટી નાંદુકણ ગામના સરપંચ, વંલુડી ગામના સરપંચ, લીમડીયા ગામના માજી સરપંચ સહિત તેમના સભ્યો આગેવાનો સહિત સલરા ગામે કુલ 1500 થી વધુ લોકોએ ભાજપ નો ખેશ પહેરી કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ તામામને દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે સંબોધી જણાવ્યુ હતુ કે સૌ લોકો ભાજપની વિચારધારા, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસ યાત્રા અને મોદીજીના સફળ નેતૃત્વને ધ્યાને લઇને ભાજપમા જોડાઇ રહ્યા છે. હું સૌનો આવકાર કરી નાનામાં નાના વ્યકિતનુ, ફળિયાનુ, ગામનુ, તાલુકાનુ કામ કરવા હરહંમેશ કટિબદ્ધ હોવાનુ જણાવી સૌનો આભાર વ્યકિત કરી અંભિનદન પાઠવ્યા હતા.
આ પ્રંસગે તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન દિનેશભાઇ પારગી, મહામત્રી નરેન્દ્રભાઇ સોની, યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઇ ડામોર, જીલ્લા પંચાયત સભ્યો, સરપંચો, ભાજપના આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.