દાહોદ, પંચમહાલ, મહિસાગર જીલ્લાના 49 લોકોને રૂપિયા 4.50 લાખ કરતા પણ વધુ રકમની ટ્રાયસિકલ આપવામા આવી.
ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામે જ્ઞાનદીપ વિધાલય ખાતે આણંદ, વડોદરા, મુંબઇના મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટના સહયોગથી પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેશભાઈ પટેલના હસ્તે તાલુકાના દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ. સમાજ સેવક અને શિક્ષક રાજેશભાઇ પટેલ દ્વારા પંચમહાલ, મહીસાગર દાહોદ જિલ્લાના ફતેપુરા, ઘોઘંબા, કાલોલ, ગોધરા, શહેરા, લુણાવાડા, સંતરામપુર, તાલુકાઓમાં વિવિધ લાભાર્થીઓને શોધીને આ ટ્રાયસિકલ આપવાનુ ભગીરથ કાયઁ કરવામા આવ્યુ છે. આ પ્રસંગે હાઈસ્કુલના આચાર્ય કનુભાઈ પટેલ તથા માવાભાઈ, શૈલેષભાઈ પટેલ હાજર રહ્યા હતા. દિવ્યાંગ લોકોને વિનામુલ્યે ટ્રાયસિકલ મળતા આનંદની લાગણી સાથે સમાજ સેવી સંસ્થાઓ અને તેના સાથે આ કાયઁમા જોડાયેલ લોકોનો આભાર વ્યકત કયૉ હતો.