ફતેપુર તાલુકાના ખેડુતોને રાહત દરે ખાતર બિયારણ કીટોનુ વિતરણ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે તા.૦૩/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર ના વરદ્દહસ્તે તાલુકાના ખેડુતોને રાહતદરે ખાતર અને બિયારણની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આદીજાતી વિકાસ વિભાગના વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત તાલુકાના પાંચ હજાર કરતા પણ વધુ ખેડુતોને સરકાર તરફ થી 500 રુપિયા જેટલી નહીવત રકમના ભાવે 2500 રુપિયાની કિંમતની ખાતર અને બિયારણ ની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ, શંકરભાઇ આમલીયાર, ડો અશ્વિનભાઈ પારગી, રામાભાઈ પારગી સહિત મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહી ઓનલાઈન ફોર્મ ભરી રાહત દરે ખેડુતોએ ખાતર અને બિયારણ મેળવ્યું હતું.
ફતેપુરા તાલુકાના ખેડુતોને આદિજાતી વિકાસ યોજના અંતર્ગત ખાતર અને બિયારણની કીટનું કરાયું વિતરણ
RELATED ARTICLES