Monday, January 27, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના નાનીરેલમાં રાત્રી દરમ્યાન દીપડાએ બકરીનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

ફતેપુરા તાલુકાના નાનીરેલમાં રાત્રી દરમ્યાન દીપડાએ બકરીનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

દીપડાએ ઢાળિયામાં બાંધેલી બકરીનું મારણ કરી જતા કૂતરાઓ પાછળ પડતાં મૃત બકરીને છોડી દીપડો ભાગી છૂટ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની રેલ ગામમાં ગત તા.૧૬/૦૭/૨૦૨૨ ને શનિવારના રોજ રાત્રિના દીપડાએ એક બકરીનું મારણ કરી જઈ રહેલા દીપડાને કૂતરાઓ પાછળ પડતા દીપડો મૃત બકરીને છોડી ભાગી જવા પામેલ છે. જેથી ખાસ કરીને રાત્રિના સમયે પંથકની પ્રજામા વન્ય પ્રાણી દ્વારા કરવામાં આવતા હુમલાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ફતેપુરા રેન્જ કચેરીના કર્મચારીઓ દ્વારા દીપડાને પકડી પાડવા માટે શોધખોળ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાની રેલના માતા ફળિયા ખાતે રહેતા રાકેશભાઈ દલસિંગભાઈ ડામોર ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જમી પરવારી ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા. તેવા સમયે જોર જોરથી કૂતરાઓ ભસવાનો અવાજ થતા દરવાજો ખોલી બહાર નીકળી જોતા પોતાના ઢાળીયામાં બાંધેલ બકરીને ગળામાંથી પકડી દીપડો જઈ રહ્યો હતો.તેવા સમયે કૂતરાઓ પાછળ પડતાં મૃત બકરીને છોડી દિપડો ભાગી ગયો હતો. જે વાત ગામમાં ફેલાઈ જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ગામમાં દીપડો આવ્યો હોવાની બાબતે ફતેપુરા જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરાતા ત્યાંથી કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. પરંતુ દીપડાની ભાળ મળી ન હતી. થોડા દિવસો અગાઉ પણ વટલીમાં દીપડાએ દેખા દીધો હતો અને કુતરાઓએ પાછળ પડી દીપડાને ભગાવી મૂક્યો હતો. ત્યારે તેને પકડવા જંગલ ખાતાની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ભાગી છૂટેલા દીપડાના કોઈ વાવડ મળ્યા ન હતા. જ્યારે હાલ નાની રેલમાં દીપડાએ બકરીનું માંરણ કરી ભાગી છુટતા પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

Byte > > આર.ડી. પારગી, રેન્જ કચેરી, ફતેપુરા > > અમોએ અગાઉ વટલી ગામમાં દીપડો આવ્યો હોવાની બાબત જાણતા દીપડાના રેસક્યુ માટે અમોએ વન ખાતાના કર્મચારી ઓની ટીમ બોલાવી રેસ્ક્યુ કર્યું હતું. અને દીપડાને પકડી પાડવા માટે પાંજરાઓ પણ મૂક્યા હતા. પરંતુ દિપડો હાથમાં આવ્યો ન હતો. જ્યારે હાલ નાની રેલમાં દીપડાએ બકરીનું મારણ કરી ભાગી છૂટેલા દીપડાને પકડી પાડવા માટે અમો પ્રયત્નશીલ છીએ. તેમજ મૃત પશુઓ વિગેરે ખુલ્લામાં નાખવા જોઈએ નહીં.તેની ગંધથી જંગલી પશુઓ આવતા હોય છે. જેથી મૃત પશુને ઊંડો ખાડો ખોદી તેનો નિકાલ કરો કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments