દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર સુખસર તરીકે ફરજ બજાવતા મંથનકુમાર જીવાભાઇ પરમાર ઉ.વ.૩૧ વર્ષ હાલ રહે. સરકારી કવાટર્સ સી/બ્લોક મકાન નં.૧૦૪ તા-ફતેપુરા જી- દાહોદ મુળ રહે. ભમરા તા.લુણાવાડા જી. મહીસાગર ના વ્યક્તિ માટે ₹5,000 ની લાંચ લેતા રંગે હાથે ACB દ્વારા ઝડપાયા
પ્રાપ્ત માહિતી અનુસાર મામલતદાર કચેરી ફતેપુરાના ભોય તળીયે આવેલ સર્કલ ફતેપુરા લખેલ ઓફીસની અંદર આ કામના ફરીયાદીને દારપણાનો દાખલાની જરૂરીયાત હોય જેથી ફરીયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇ દારપણાનો દાખલો મેળવવા માટે ફરીયાદીના કાકાના છોકરાના નામે મિલ્કત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરીયાદીએ અરજી માલતદાર કચેરીની ટપાલ શાખામા તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આપેલ તેમ છતા એકાદ મહીનાનો સમય થતા દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફીસમા સર્કલ ઓફીસર આ કામના આરોપીને મળતા તેઓએ જણાવેલ કે, અરજીના કાગળો કંઇ ક મુકાઇ ગયેલ છે. જે શોધી કાઢી તમને જણાવીશ ત્યાર બાદ ફરીયાદી ફરીથી તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઇ આ કામના આરોપી સર્કલ ઓફીસર સુખસરનાઓને મળતા આરોપી એ ફરીયાદીને અરજીમા સુધારો તથા રૂ.૫૦/- નો સ્ટેમ્પ નવેસરથી કરી રૂ.૫૦૦૦/- લઇ આવવા જણાવેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર ACB ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારેલ પકડાઇ જઇ ગુનો કરેલ છે ને આ ટ્રેપ ને સફળતા થી પાર પાડવા માટે એમ.એમ. તેજોત, પો.ઈન્સ. મહીસાગર A.C.B. પો.સ્ટે. સુપરવિઝન અધિકારી તથા બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ ગોધરા દ્વારા પાર પાડવામાં આવી હતી.