PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હિન્દોલીયા, હડમત, ધુધસ, સલરા અને મકવાણાના વરુણા ગામે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ની સુવિધા માટે નવિન પ્રાથમિક શાળાઓનુ નિર્માણ 21જેટલા ઓરડાંઓ બનાવી ત્રણ કરોડ કરતા પણ વધુંના ખર્ચે નિર્માણ પામેલ પાંચ શાળાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે આ શાળાઓની ઇ-લોકાર્પણ વીધી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ફતેપુરા તાલુકાની શાળામાં તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જીલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, સલરા પ્રાથમિક શાળા ના આચાર્ય, રેલ્વે મંત્રાલયના પશ્રિચમ ઝોનના સભ્ય રીતેશભાઇ પટેલ, ફતેપુરા ભાજપના પ્રમુખ ડો.અશ્વિન પારગી, સભ્ય દિલીપભાઇ પ્રજાપતિ દ્વારા દીપ પ્રગટાવી રીબીન કાપી શાળાના ઓરડાઓ વિદ્યાર્થીઓની સુવિધા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા લોકોને સંબોધી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પ્રગતિ સર કરે તેવી સરકારની વિવિધ યોજના ઓનો સંપૂર્ણ લાભ મેળવે તે માટે અપિલ કરવામાં આવી હતી.