Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં બાળ લગ્ન કરતા હોવાની જાણ થતા જિલ્લા પ્રતિબંધક...

ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં બાળ લગ્ન કરતા હોવાની જાણ થતા જિલ્લા પ્રતિબંધક અધિકારી દ્વારા તેઓને રોકવામાં આવ્યા

દાહોદ જીલ્લામાં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રોમાં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવેલ, તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણ કરેલ.

બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન અને સુચનો થી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા PSI જી.કે. ભરવાડ અને તેમની ટીમે એક બીજાનાં સહયોગ થી સ્થળ ઉપર પહોંચી સંભવિત બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરેલ.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ના ભાવરા ગામના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ કરકર, ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની સગીર કન્યા સાથે સંભવિત બાળ લગ્ન માટે આવવાના હતા. સગીર કન્યાની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમ એ સ્થળ પરથી સગીર કન્યા ના પિતા અને માતાનું સંપર્ક કરી સદર બાળકીના ઉંમરના પુરાવા અંગે પૃચ્છા કરેલ. ઉમરના પુરાવા ચકાસતા બાળકી,  બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ સગીર વયની છે. તેવું જાણવા મળેલ. ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ આવેલા સગીર બાળકી નાં વાલી વિરુદ્ધ બાળ લગ્ન અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવેલ.

બાળકીનું રેસ્કયું કરી બાળકીને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરેલ, અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2015 (કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) કાયદો, ૨૦૧૫) સુધારા અધિનિયમ 2021 મુજબ બાળકનાં શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ બાળકીને કુટુંબમાં પુનઃસ્થાપન કરેલ છે. પાટવેલ ગામની સગીર કન્યા કે જેના બાળ લગ્ન થવાના હતા એ બાળકીનું રેસકયું કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરતા બાળક અને પરિવારને માનસિક આઘાત કે માનસિક રીતે બાળક પડી ન ભાંગે તે માટે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મોડી રાતે બાળકીને તેના પરિવારને તેના વાલી અને કુટુંબીજનોને સોંપી છે.
બાળ લગ્ન એક દૂષણ છે તે નાબૂદ થાય તેવી તમામ નાગરિક મિત્રોને ધ્યાનમાં લેવું તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments