PRAVIN KALAL FATEPURA
ફતેપુરા તાલુકાના ફતેગડી ગામમાં સિંચાઇનું તળાવ આવેલું છે આ તળાવના પાણીનો ઉપયોગ માધવા વાગડ તેમજ આજુબાજુના ખેડૂતો સિંચાઇ કરી શિયાળુ પાક મેળવી રહ્યાં છે પરંતુ છેલ્લા આઠ દિવસથી ગેટ ખુલી ગયેલ હોવાથી હજારો લિટર પાણી બિન ઉપયોગી રીતે વહી જાય છે જેથી આ તળાવ ખાલી થઇ જવાની શક્યતાઓ છે વર્ષો પહેલાં ચેનલો નાંખવામાં આવેલ હતી તે પણ જર્જરીત હાલતમાં થઈ ગયેલ છે તે પણ નવી નાખવાની જરૂરિયાત છે પાણીના નિકાલનો ગેટ પણ જર્જરીત હાલતમાં થઈ ગયેલ છે કોઈ પણ કારણસર ગેટનો દરવાજો ખુલી ગયેલ હોય તેનાથી હજારો લીટર થતો પાણીનો વ્યય રોકવા માટે નાની સિંચાઇ વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે ઘટતું કરવામાં આવેલ નથી આ તળાવનું પાણીનો ખોટો વ્યય થઈ જશે તો આજુ બાજુના ગરીબ આદિવાસી ખેડૂતોને શિયાળુ પાક મેળવવામાં નિષ્ફળ જશે તે માટે ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયેલ છે જેથી કરી નાની સિંચાઇ વિભાગને આ બાબતે ધ્યાન દોરી ગરીબોનું અહીંત અટકાવવા માટે થતો પાણીનો વ્યય બંધ કરી કાર્યવાહી થાય તેવું ખેડૂત વર્ગ ઇચ્છી રહ્યું છે કાર્યપાલક ઇજનેર નાની સીંચાઇ ઝાલોદ તેઓને જાણ કરવા છતાં તેઓનું કહેવું છે કે મને હજુ સુધી કોઈ જાણકારી નથી
જેથી આ બાબતે અધિકારી શ્રી ઘટતું કરે તેવી ગરીબ આદિવાસી ખેડૂતોની નમ્ર વિનંતી છે
જેથી આ બાબતે અધિકારી શ્રી ઘટતું કરે તેવી ગરીબ આદિવાસી ખેડૂતોની નમ્ર વિનંતી છે