ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ. પૂ. મોરારી બાપુનાં હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી કરીને એવોર્ડ આપવામાં આવે છે એમાં પરમ પૂજ્ય મોરારીબાપુ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ રવિન્દ્ર પ્રજાપતિને દાહોદ જિલ્લા માંથી પણ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીને શિક્ષણ સંઘ ને યાદી મોકલી આપવામાં આવી હતી
શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત, ગૌરવવંતો અને મૂલ્યવાન ગણાતો શ્રેષ્ઠ શિક્ષક ‘ચિત્રકૂટ એવોર્ડ ‘માટે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના રહેવાસી રવિન્દ્રકુમાર જયંતીલાલ પ્રજાપતિ કે જેવો ફતેપુરા તાલુકાના ડબલારા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ દાહોદ જિલ્લાના સાકરદા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની નોકરી બજાવી રહ્યા છે.
તેમની પસંદગી થતા પૂજ્ય મોરારી બાપુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે ડબલારા પ્રાથમિક શાળા તેમજ સાકરદા પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તદુપરાંત દાહોદ પ્રજાપતિ સમાજના તેમજ ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા પણ તેઓને અભિનંદન પાઠવીને સતત પ્રગતિશીલ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને બહુ જ પ્રગતિ કરી આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓનો આભાર માન્યો હતો