ફતેપુરા તાલુકાના ભાણાસીમલ ડેમમાંથી દાહોદ જીલ્લામાં જતી પાણીની પાઈપ લાઈનમાં બલૈયા પુલમાં પાઈપ લાઈન માં નદીની વચ્ચો વચ ખુલ્લી હોવાને કારણે કોઈક કારણસર કાણી થઇ ગઈ છે ત્યારે તેમાંથી પસાર થતું પાણી બલૈયા નદીમાં વહેતું થઇ ગયું છે. તેને કરને બલૈયા નદીમાં જાણે ઉનાળામાં ચોમાસાનો વરસાદ વરસતો હોય તેમ લાગે છે. ત્યારે આવી જતી પાણીની પાઈપ લાઈનમાં ઘણીબધી જગ્યા એ પાણી નીકળે છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી તેની દેખરેખ રાખવા માટે તૈયાર નથી જયારે લોકોને પીવાના પાણીની તકલીફ પડે છે. તો તંત્ર જાગીને તાકીદે પગલા લે અને આના માટે જે લોકો જવાબદાર છે તેઓને સજા થાય એવી લોક માંગ ઉઠી છે.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના બલૈયા ગામના ભાણાસીમલમાંથી દાહોદ જતી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ