એક બાજુ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ લોકો દ્વારા રૂપિયા કમાવવા અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. તેમ એક બોગસ ડોક્ટરનું કાવતરું બહાર આવ્યું છે અને તેને પોલીસે જેર કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કોરોનાવાયરસની મહામારી ચાલી રહેલ હોય તેના અનુસંધાને બોગસ ડોક્ટરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલા અધિકારીઓની સૂચના આધારિત બોગસ ડોક્ટરોની માહિતીઓ એકઠી કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂઘસના ડોક્ટર સતીશ વસૈયા અને તેઓના સ્ટાફ દ્વારા માહિતીના આધારે બોગસ ડોક્ટર ગેરકાયદેસર રીતે ડૉક્ટરની ડિગ્રી નથી અને એલોપેથિક દવાઓ, બાટલો અને દવાખાનને લગતો બીજો સરસામાન રાખી ભીચોરમાં દવાખાનું (પ્રેક્ટિસ કરે છે) ચલાવી રહ્યો છે. જેની બાતમીના આધારે P.S.I. બરંડા તથા સ્ટાફ અને ઘૂઘસ PHC ના ડોક્ટર વસૈયા અને તેઓના સ્ટાફ સાથે તપાસ કરતાં દવાખાનું મળી આવેલ જેમાં બોગસ ડોક્ટર નામ લોકેશભાઈ વેલજીભાઈ ગરાસીયા રહે. રાજસ્થાન ના મળી આવેલ હતા અને વધુ તપાસ કરતાં તેના દવાખાના માંથી બાટલા, ઇન્જેક્શન, દવા ગોળીઓ, બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ વગેરે મળી આવેલ હતા અને તેની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ ડીગ્રી ન હોવા છતાં તેઓ ગરીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. વધુ તપાસ કરતા તેના દવાખાનામાંથી ટોટલ દવાઓ વગેરેની મળી કિંમત રૂપિયા 8009 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.