
દાહોદ જિલ્લાના ફતેપુરાના ભીચોર પ્રાથમિક શાળામા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા વાલીઓમા રોષ જોવા મળ્યો હતો.
સરકાર દ્વારા બાળકો મધ્યાન ભોજનમા પૌષ્ટિક અને ગુણવત્તા સભર ભોજન આપવા માટેના પરિપત્રો જાહેર કરવામા આવ્યા છે. બાળકોને આપવા આવતા અનાજને પહેલા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચકાસણી કર્યા બાદ આપવામા આવતું હોય છે પરંતુ ભીચોર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આ પરિપત્રના જાણે કે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે જયારે આ અનાજ આચાર્ય દ્વારા જાતે જ વિતરણ કરવામા આવ્યું હોવાનુ બાળકો તેમજ બાળકોના વાલીઓ દ્વારા જણાવાઈ રહ્યું છે. જે બાબતે આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય જવાબ આપવાનુ ટાળ્યું હતું.
સડેલા ચોખા મળી આવતા આચાર્યનો સંપર્ક કરતા આચાર્ય દ્વારા અલ્લાતલા કરતા હતો જયારે બાળકોના વાલીઓ દ્વારા આચાર્ય નો સંપર્ક કરતા આચાર્યએ S.M.C. સભ્યોની હાજરીમાં આપ્યા હતા અને અમે વિતરણ કર્યા છે તેવું વાલીઓને જણાવ્યું હતું. તો શું શાળાના આચાર્યને પણ બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે? શુ આચાર્યને બાળકોની કશી જ પડી નથી? જેવા અનેક સવાલો ગામ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે. જયારે આ બાબતે મામલતદાર ફતેપુરા અને નાયબ મામલતદાર સાથે સંપર્ક કરતા ફોન રીસિવ કર્યો ન હતો ત્યારબાદ નાયબ મામલતદાર દ્વારા પણ ફોન રિસિવ કરવા આવ્યો ન હતો.
પુરવઠા વિભાગના ડેપો મેનેજરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસો આવો કોઈ મુદ્દો આવ્યો નથી અને કોઈ પણ મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવતા ચોખા કે કઠોળને અમે અહીંયા લેબ ટેસ્ટ કરી અને ત્યારબાદ જ મોકલીએ છીએ. તો શું ભીચોર ગામની શાળામાં મળી આવેલા ચોખાની ચકાસણી કરવામાં આવી નહોતી કે પછી લેબ ટેસ્ટની વાતો પોકળ છે ? સવાલ એ છે કે જો ગોડાઉનમાંથી આનાજ ચકાસણી કર્યા બાદ ટેસ્ટ કર્યા પછી જ આનાજનો જથ્થો મોકલવામા આવે છે તો આ સડેલા ચોખા આવ્યા ક્યાંથી ? તેવા અનેક સવાલો છે. કે પછી ચકાસણી કરવાની વાતો હવામા ગોળીબાર સમાન છે ? એક તરફ બાળકોને કુપોષણથી બચાવવા માટે સરકાર દિવસ રાત એક કરી ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ઓછા કરવા માટે મહેનત કરી રહી છે અને બીજી તરફ આવી હલકી ગુણવત્તાનું અનાજ બાળકો માટે મોકલી અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
ભીચોર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કબૂલવામા આવી રહ્યું છે કે અમે બાકી રહેલા બાળકોને આનાજ વિતરણ કર્યું છે. જે ચોખા સડેલા હતા. વાલીઓ જોડે પણ આચાર્યની વાત થઇ છે અને આચાર્ય દ્વારા કહેવામા આવ્યું છે કે SMC સભ્યો ની હાજરીમા ચોખા આપ્યા છે તો બાળકો સાથે જાણી જોઈ ને આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. જેવા અનેક સવાલો વાલીઓના મન મા ઉઠી રહ્યા છે. ફતેપુરા પુરવઠા વિભાગ દ્વારા સબ સલામતીની વાતો કેમ કરવામા આવી રહી છે ? તો શું આ તંત્ર ની મિલી ભગત છે કે બધું લોલામલોલ ચાલી રહ્યું છે. આ એક મસમોટું કૌભાંડ ભિચોરની પ્રાથમિક શાળામાં આચરવામાં આવી રહ્યું છે જેની તપાસ થવી જોઈએ અને કે પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.