તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા હાજર
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામે ગ્રામ પંચાયત નજીક ફતેપુરા મામલતદારની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વિકાસ અધિકારી તડવી નાયબ મામલતદાર પારગી ફતેપુરા તલાટી કમ મંત્રી વિજયભાઈ માધવા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ કટારા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા રાત્રી ગ્રામસભા યોજવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના પ્રાથમિક શાળાના જૂના જર્જરિત થઈ ગયેલ હોય નવડાવો બનાવવા માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેંશન યોજના ના પાંચ લાભાર્થી તેમજ વિદ્યા સહાયક યોજના હેઠળ ના ચાર લાભાર્થીઓ માટે મંજૂરી ના હુકમ સ્થળ પર અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થી ઓના નામ : (૧) પારગી કાનજી નારજી (૨) પારગી રાજુબેન મનાભાઈ, (૩) પારગી તેરસીંગભાઈ કચરાભાઈ, (૪) પારગી કાળુભાઈ ટીટાભાઈ અને (૫) પારગી સીમાબેન અશ્વિનભાઈ તમામ રહે. માધવાનાઓને સ્થળ ઉપર જ હુકમો આપવામાં આવ્યા હતા.
વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓનેના નામ : (૧) પારગી સુરતાબેન કનુભાઈ, (૨) પારગી ગંગાબેન રમેશભાઈ, (૩) પારગી કમળાબેન બાબુભાઈ અને (૪)પારગી કાંતાબેન નાથાભાઈ તમામ રહે. માધવા ગામનાઓને પણ સ્થળ પર હુકમ આપવામાં આવ્યા હતા.